કબ્રસ્તાન
ભાગ:૨
દામા શહેરની સુંદર યુવતી હતી.શહેરના દરેક છોકરા તેની જવાની ને સુંદરતા પર મરતા.ગોન્સ ને પ્રસાદ પણ જીગરી મિત્રો
હતા.ગોન્સને દામા ખૂબ ગમતી . બન્ને ખ્રિસ્તી
હતા.પ્રસાદનુ કુટુંબ ચુસ્ત હિન્દુ હતું . તેને દામાને ચાહવી હોઈ તો પણ તે શક્ય જ
નહોતું મનોમમ તે તેના રૂપને પ્રણામ કરી
લેતા. યુવાન દામાને પણ રૂપનું ઘમંડ હતું
તે સીધા સરળ પ્રસાદને ઘણીવાર તરછોડ
તોડી પાડતી..પણ પ્રસાદની સાદગી પર
માન પણ કરતી.ગોમ્સ સાથે ફરતી ઘણા
અમીર મિત્રો હતા તેમા ગોમ્સ ખાસ હતો.
ગોમ્સ સાથે એકાંત માણતી ..એકવાર
આમજ એકાંત માં બેઠેલા બન્ને જણા ભાન
ભૂલ્યા ને દામા એ સર્વ સ્વ ગુમાવ્યું .ઘીરે
ઘીરે વિશ્વાસ મા લઈ ગોમ્સે તેની માને
માતા બનાવી દીધી.જાણ થયા પછી ગોમ્સે
મોઢું ફેરવી દીધું .દામા કરગરી પણ શ્રીમંત
ગોમ્સ ન બદલાયો ન પીગળ્યો.દામા નદીમાં
ઝંપલાવી મૃત્યુ ઝંખ્યું પણ ન આવ્યું ને
તે પ્રસાદની નજરે ચઢી તેને બચાવી તે
દાદી પાસે લઈ આવ્યો.વચન આપ્યું કે તે
ગોમ્સને સમજાવશે.તેણે ઘણા પ્રયત્ન કર્યા
પણ ગોમ્સે ન કબૂલ્યું .આખરે દામા એ
સાંવલી ને જન્મ આપ્યો. સમાજે હડધૂત
કરીને એ જ ગમમાં પ્રસાદના હાથ મા
દીકરી સોંપી ને કે મૃત્યુ પામી.હિન્દુ કુટુંબ
હોવાને કારણે પ્રસાદ પણ ધર્મસંકટ મા
મૂકાયો એકબાજુ નાની બાળકી ને બીજી
બાજુ આખી જીંદગી. આખરે પ્રસાદે બાળકી
ને રઝળતી ન મૂકતા ગોની ને મા તરીકે સ્વીકારી ધર્મનો વાડો છોડી માનવતા અપનાવી સાંવલી ને પિતાનું નામ આપ્યું
ગોમ્સ ના લગ્ન મોટા કુટુંબની યુવતી સાથે
થયા પણ તે સુખી ન થઈ સક્યો.તેને સંતાન
અપાહીજ જન્મ્યુ ને પત્ની ઝઘડાળુ હતી.
થોડા સમયમાં તે પણ મૃત્યુ પામી હતી.
તે એકવાર સાંવલીનેે લેવા આવ્યો હતો પણ દાદીએ મના કરી દીધી હતી.
સાંવલી આ સાંભળીને ખૂબ રડી હતી
ઘરે આવી સૂઈ ગઈ પિતાના માયાળુ હાથે
તેને ઉઠાડી ને ફાધર મળવા આવ્યા છે એ જણાવ્યું . ફાધરે તેને ગોમ્સનું વિલ વાંચી
સંભળાવ્યું ..બધી મિલકતને અપાહીજ
ભાઈ તેને સોંપી તે ગયો હતો.સાંવલીએ
જીંદગી જેણે પોતાને માટે ત્યાગી તે પિતા
ને બધુ સોંપી દીધું હતું ..ફાધરની હાજરીમાં
જ ને...અઢાર વરસની ઉંમરે તે પણ -
માનવતાના મારગે વળી ગઈ હતી.
એજ “કબ્રસ્તાન”માં તે ગરીબોની કબર
પ્રસાદજીના નામે દાન કરી ખોદી આપતીને
નદી કિનારે શિવજીના મંદીરમા દામાના નામે
ધર્મશાળા ખોલી ગરીબોના પેટને રહેવાને
છત્ર આપી જીવન વિતાવતી ધર્મના અખાડા
માં માનવતાની પૂજા કરી રહી છે.દાદી નવ્વાણું ના છેને અપાહીજ ભાઈની માની મમતાથી કાળજી કરી એક વિદ્યાલય ચલાવી
રહી ને સાંવલીનો પ્રકાશ ફેલાવી રહી છે.
જાતપાત ધર્મ કરતા માનવતાના સંસ્કારની
કેવી જીત!
શ્રી
૨૫/૧/૧૮