*પવિત્ર* 2-8-2019
ગંગામાં ડૂબકી મારવાથી પવિત્ર થવાતુ નથી,
કર્મોના બંધન ભોગવ્યા વગર મુક્ત થવાતુ નથી.
ગીતા કે રામાયણ વાંચીને મન પવિત્ર બનતું નથી,
પ્રભુ તમને બધું સમજાઈ એવા માનવ રહ્યા નથી.
અગરબત્તીની ખુશ્બૂથી ઘર પવિત્ર થતુ નથી,
એવા સાચા ભાવના પૂજા પાઠ ક્યાંય થતા નથી.
હવે તો જોનારાની નજર પણ પવિત્ર રહી નથી,
બધાની એ નજરનો અનુવાદ થાય એવું નથી.
જુઓને સંબંધોમાં પણ હવે પવિત્રતા રહી નથી,
કોના પર હવે વિશ્વાસ કરવો એ સમજણ પડતી નથી.
રક્ષાબંધનની એ રાખડીનો પ્રેમ પણ પવિત્ર રહ્યો નથી,
હવે બીજે કશે તો કોઈ આશા રખાય એવું રહ્યું નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ...