" સ્કૂલ ના દિવસો"
ચાલો આજે તમને હું સ્કૂલ ના દિવસો યાદ કરાવું.
સ્કૂલ દોસ્ત: સ્કૂલ ના જીગરી દોસ્તો જે જીવન માં ગમે
તે જગ્યા પર હોય તે હમેશાં યાદ
આવવાના જ છે .
ટિફિન(ડબો) : સાથે બેસીને ટિફિન એકબીજા સાથે
બેસીને જમવું, એમાં પણ ચાલુ પીરીયડ-
માં છૂપી ને ખાવાની કંઇક અલગ જ મજા
હતી.
બંક મારવુ : સ્કૂલ ની જગ્યાએ ફિલ્મ કે બગીચા માં
રખડવા જાવુ અને એમાં પણ ઘરે અને
સ્કૂલ માં ખબર પડી જાય તો એક સાથે
તે સજા ભોગવી.
છેલ્લી બેન્ચ : આ જગ્યા બધા માટે સ્પેશીયલ હસે જ્યાં
અલગ અલગ રમતો રમવી.ત્યાં બેસી ને
શિક્ષકો ને હેરાન કરવા.
પરિણામ : એક્ઝામ માં નાપાસ થાય તો એટલું દુઃખ ન
થાય જેટલું આપણે નાપાસ અને આપણો એ
પાક્કો મીત્ર જે પાસ થઈ ગયો હોય.
વિદાય: આ દિવસે આંખો માં આંસુ, હોઠો પર નિરાશા
અને જૂની બોવ બધી યાદો, એકબીજાની સાથે
લાગણીઓ. જે શિક્ષકો આપણે એટલા વર્ષ માં
તેના ઉપર ગુસ્સો આવતો હતો આજે તેને જ
ગળે મળીને રડવું આવે.
( આજે હું મારી સ્કૂલ ની બાજુમાંથી નીકળી તો યાદ આવી ગયું)