વણ કહેલી વાત ને તું વર્ણવે તો મજા છે બાકી હું કહું ને તું સમજે એમાં શું મજા
હું જે છું એ તું સ્વીકારે તો મજા છે બાકી જે હું નથી એ તું બનાવે એમાં શું મજા
અનાયાસે થતી તારી મુલાકાત માં મજા છે બાકી હું બોલાવું ને તું આવે એમાં શું મજા
હું ને તું માંથી આપણે થવામાં મજા છે બાકી તારૂં ને મારું કરવામાં શું મજા
- કવિતા પટેલ