*બરકત વિરાણી* ની એક
સુંદર રચના...
?????
_શમણાઓ વિહોણી રાત_
_નથી ગમતી મને,_
_માણસાઈ વિનાની વાત_
_નથી ગમતી મને..._
_આપણી સામે અલગ ને_
_લોકો સામે અલગ,_
_બદલાતા માણસની જાત_
_નથી ગમતી મને..._
_અમુલ્ય જીવનની ક્ષણોને_
_કેમ વેડફી નાખું.?_
_દુનિયાની ફાલતુ પંચાત_
_નથી ગમતી મને..._
_પરિશ્રમનો પરસેવો_
_સુકાવા નથી દેવો,_
_દોડતા રહેવા દો નિરાંત_
_નથી ગમતી મને..._
જેમને મળીને કંઈ પણ
શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત
નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા
મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત
નથી ગમતી મને...