Gujarati Quote in Shayri by TRUSHAR

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે અને ઇશ્વરને ઘર જેવું
મીઠા ઠપકા અને પ્રેમ જેવું

મે કહ્યુ દોસ્ત તું બધું ધ્યાન રાખે
તોય વારંવાર લાગણી દુભાય એ કેવુ?

તો કહે, જો દોસ્ત
હું માત્ર હ્રદય સ્વસ્થ ધબકતું રાખુ ,
તું ભાવુક, જ્યાં ત્યાં દિલ ખોલે એ કેવુ?

ગાઢ બને જેની અને તેની સાથે,
એને ઓળખે પારખે નહી, એ કેવુ?

વરસી પડે એના પર, ભીંજાય તું,
એ મતલબી રહે સાવ કોરા, એ કેવુ?

પછી તો દિલ દુભાય જ દોસ્ત,
શીખી જા હજી થોડુ મારા જેવું,

આવે અનેક, ભલે ખોટુ વરસે અનેક,
પણ હું ના વરસુ સૌ પર એક જેવું , કેવુ?

હ્રદય રાખું કઠોર ના પૂરો ભીંજાઉં
બોલ દોસ્ત હવે છે આમા તારે કંઈ કહેવુ?

Gujarati Shayri by TRUSHAR : 111226315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now