ધાર્મિક સંપ્રદાયોના (વાડા) સાધુઓ દ્વારા દિનપ્રતિદિન થતા-વધતા મહિલાઓ પ્રત્યેના અમાનવીય હેવાની અત્યાચાર, દુષ્કર્મો જોગ...વિચારવિમર્શ
મહિલાના મુખને ન જોવાની અમુક સાધુસંપ્રદાયની વાત જ વાહિયાત, તુચ્છ અને સ્ત્રીઓને નજરઅંદાજ કરવાની તથા નીચી ગણવાની નિમ્ન માનસિકતા સૂચવે છે...માનવપિંડ સ્ત્રીના શરીરમાં લોહીના સીંચનથી, જાળવણીથી, લાગણીથી ઘડાય છે એટલે પુરુષ કરતાં સ્રી ચડિયાતી છે જ અને રહેવાની છે એ સનાતન સત્ય છે
સાધુ થયા, વૈરાગી થયા, ત્યાગી થયા પરંતુ નજરિયો બદલી ના શક્યા તો એના કરતાં સંસારી માણસ સારો એટલિસ્ટ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓને વાસનાભરી નજરે જોઇને અડપલાં, અશ્લીલ ચેષ્ટાઓ કરીને કે હેવાની નજરે જોઇને દુષ્કર્મના વિચારો તો નથી કરતો ને !!!
સાધુ થયા સત્સંગી થયા માળા ફેરવતા થયા તો પણ મનના ચાળા બંધ ના કર્યા નજરને ના બદલી શક્યા તો શું પારકા પૈસે તાગડધિન્ના કરી 'ત્યાગીને ભોગવો' ની નિતી અપનાવીને ગાડીઓ,એરકંડિશનર, મિષ્ટાનોનો ઉપભોગ કરવા જ ભગવાં ધારણ કરો છો ???
મારી સામે સની લિયોનીને નગ્ન અવસ્થામાં લાવો તો પણ હું તેને વાસનાની દ્રષ્ટિએ ન જોઉં કેમ કે મારો નજરિયો સાફ છે એમાં વૈચારિક દબાણ કે કૃત્રિમ ઇન્દ્રિયદમનની કે સત્સંગની (સાધુસંગ) પણ ક્યાં જરુર છે ???
આદિમાનવ નગ્ન અવસ્થામાં રહેતા હતા ત્યારે પણ શું આટલી બધી માત્રામાં બળાત્કાર થતા હતા ? કે પછી આધુનિક માણસ શરીર પર મોંઘા વસ્ત્રો ધારણ કરીને મઘમઘતા મહેકતા મોંઘા અત્તર છાંટીને પણ વિચારોને તુચ્છ, નિમ્ન, હલકી કક્ષાના નાગાં રાખી હજી જાનવરથી પણ બદતર બર્બર વર્તન કરે છે ???!!!
ટેક્નોલોજીનો જ માત્ર વિકાસ થયો છે માણસ તો આદિકાળ વખતે હતો એવો જ પૌરાણિક, મૂઢ, અવિવેકી, વિચારહીન જ રહ્યો છે.શરીરના દેખાવમાં બદલાવ આવ્યો છે માનસિકતામાં નહિ , હાર્ડવેર બદલાયું છે પરંતુ સોફ્ટવેર અપડેટ નથી થયું તો પછી ડ્રાઈવર (સંસ્કાર) ઇન્સ્ટોલ કરવાનો તો સવાલ જ નથી ઉદભવતો !!!