Gujarati Quote in Questions by Harijeet Sharma

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ભિખારીઓને પૈસા આપવા જોઈએ ? કેમ ?

બિલકુલ નહીં, ભિક્ષુકોને દાણા કે પૈસા આપીને આપણે તેમની ઉપર અહેસાન નથી કરતા ! બલકે, તેઓને પરાવલંબી બનાવીને વિકાસમાં અવરોધરુપ બનીએ છીએ.

ભરથરી, મદારી, સંસ્થાના નામે ભંડોળ માંગનારા કે ભગવા વસ્ત્રો ધારણ કરી ભીખ માંગનારાઓથી ખરેખર ચેતવું જોઈએ, દિવસે દાણ માગનારા ઘરનું,લોકોનું અવલોકન કરી રાત્રે તસ્કરી કરવાનું તરકટ રચતા હોય છે.

આથી આવા ભીખમંગાઓથી અને ફેરિયાઓથી ચેતવું સારુ જેથી આપણે કોઇ ક્રાઇમનો ભોગ ન બનીએ

એક આડવાત , આપણે સૌ જાણીએ છીએ કે ભિખારીઓને ભીખ માગવાનો શોખ નથી થતો પરંતુ તેઓ અતિગરીબ હોય છે અન્ન-વસ્ત્ર-આવાસ જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત હોય છે તેથી મજબૂરીથી ભીખ માગે છે તો હવે તેઓ ગરીબીને કારણે ભીખ માગવા સુધી મજબૂર થઈ શકતા હોય તો મજૂરી કરતા શાનું જોર આવતું હશે !!!

ગરીબોની કે ભિખારીઓની વૃદ્ધિ થવાનું કારણ તે લોકો જ છે !!! જરા વિચારો કે, પોતાની પાસે રહેવા ખાવાની કે ગુજરાન ચલાવવાની કોઇ વ્યવસ્થા ના હોય અથવા તો પોતાના ભરણપોષણનું જ ઠેકાણુ ના હોય તો આવા લોકોને લગ્ન કરવાનો શોખ ક્યાંથી ઉદભવતો હશે ? નવાઇની વાત છે, માણસ હોય એટલે વિચારી પણ શકે તે સ્વાભાવિક છે તો સામાન્ય બુદ્ધિવાળો ભિખારી પણ વિચારે કે તે જે સંતાન (વારસદાર ?) પેદા કરશે તે પણ તેના જેવું ભીખમંગાની વસ્તીઓમાં વધારો જ કરશે કોઇ ઇતિહાસ નહિ સર્જે !!!

Gujarati Questions by Harijeet Sharma : 111224510
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now