English Quote in Quotes by Anand

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કોઈનું દિલ તોડવું નથી*

દોલત મળે કે ના મળે, પણ હવે દોડવું નથી,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી,

આ સત્ય કંઈ નવું નથી,
બે ગજ કફન સિવાય કંઈ લઇ જવું નથી,

માણસ તરીકે જન્મ લે છે અહી બધા,
પણ અફસોસ છે કે કોઈને અહીં માણસ થવું નથી,

ગુણ દોષ પારકા જોવાની ટેવ પડી ગઈ છે,
પોતાનું હૃદય કોઈને ઢંઢોળવું નથી,

દેવાલયોમાં અને કથાઓમાં ઘણી ભીડ થાય છે,
પ્રભુની સાથે હૃદય કોઈને જોડવું નથી,

ટેવ પડી ગઈ છે જૂઠનાં વ્યવહારની,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,

જિંદગીમાં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો કે કોઈ નું દિલ તોડવું નથી.

.????

English Quotes by Anand : 111224447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now