તમે જાણો છો હું કોણ છું?
જ્યારે આ સવાલ ને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે?
તો
તે વ્યક્તિ દુનિયાનો સૌથી મોટો મૂરખ છે
કેમકે ઇતિહાસ લખનારા તો લખી જ નાખે છે
પોતાની મહેનતથી
પરંતુ તેનો દેખાવો દુનિયા આગળ ક્યારેય કરતા નથી
અને આ પ્રશ્ન નો જવાબ ખોટો હોય તો
જોઈ લો ઇતિહાસ ખોલીને
મહાન કર્મ કરનારા મહાન લોકો
જેમણે આ દુનિયાને ઘણું આપ્યું છે કોઈપણ આશા વગર
અને આમાં સમાવેશ થાય છે
આપણા બાપુ મહાત્મા ગાંધી જમણે કોઈ પણ સ્વાર્થ વગર આ ભારતને સ્વતંત્રતા અપાવી.
મધર ટેરેસા જેમણે ગરીબ લોકોનું ભરણપોષણ અને સેવા કરવામાં પોતાનું આખું જીવન કાઢી નાખ્યું નિસ્વાર્થ ભાવે.
આ નિસ્વાર્થ કામમાં તેમને ઘણી પ્રતિષ્ઠા મળી અને શોહરત પણ મળી
પરંતુ તેમણે પ્રતિષ્ઠાને અને પોતાના નિસ્વાર્થ કામ પ્રત્યેની નિષ્ઠાને પ્રથમ સ્થાન આપ્યું.
કેમકે પ્રતિષ્ઠિત વ્યક્તિ હંમેશા એમ માને છે કે હું કોણ છું એ હું યાદ ના રાખુ પરંતુ આ દુનિયા યાદ રાખે મને મારા કર્તવ્યથી.