Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધાર્યું ધણીનું થાય જગતમાં,
લીલા એની ન કળાય જગતમાં.

મનના અહંને નેવે મૂકોને.
હરિ નામ કદી ના ચૂકોને.
પામર પ્રાણી મૂંઝાય જગતમાં....1.

એના ઇશારે દુનિયા ચાલે,
કેવો રચ્યો સંસાર વહાલે,
કર્મ કદી મિથ્યા ન થાય જગતમાં...2.

કાલે કર્યું આજે પામવાનું,
એમાં સૌ કોઈએ જીવવાનું,
કર્મની ગતિ ના પમાય જગતમાં...3.

રંકને રાજા થતા જોયા,
ચમરબંધીને ઝૂકતા જોયા,
નામ થકી તરી જાય જગતમાં....4.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર. દરબારી કાનડા.

Gujarati Blog by Chaitanya Joshi : 111222579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now