આપણે નાની બાબતોમાં મનને નારાજ થતું અટકાવીએ તો પણ સુખમાં વધારો થાય.આપણું મન એટલું બધું નાજુક છે કે,તેને કોઈ વ્યક્તિ કઈક કહી જાય તો, મન નારાજ. આપણું ધારેલું બને નહીં,કોઈ આપણા કહેવા પ્રમાણે ન ચાલે , ન માને તો મન નારાજ. કેટલીક બાબતો સત્ય હોય તો તેને સ્વીકારવાતાં શીખવું જ પડે. કેટલીક ટેવો અન્યને ગમતી હોય તો એ પણ બદલવી પડે.