Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં સુધી આઈનાથી ડરવાનું,
સત્ય જે હોય તે સમજવાનું.

ઈંટ સામે તું ફેંકજે પથ્થર,
ફૂલ સામે જ ફૂલ ધરવાનું.

મનની ક્યાં કોઈ વાત છુપી છે,
દ્વાર ખોલીશ તો ખખડવાનું.

લોક ઊંચાઈ પરથી ફેંકે છે,
આપણે ઝરણું થઈ ને પડવાનું.

ઝાડને આંસુ સારતા જોયું?
પાનખર છે તો પાન ખરવાનું.

દોષ તકદીર ને જ આપું છું,
ધાર્યું ના થાય તો શું કરવાનું!

ગમનું કે ના ખુશીનું છે બંધન,
આંસુ હર હાલમાં ટપકવાનું.

સાત સાગર બિછાવી શું કરશો,
હું નથી જાણતો અટકવાનું.

રાકેશ સગર, સાગર, વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111217123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now