*દાનવીર* 8-7-2019
ક્યારેય પોતાનો નહીં,પરોપકારની ભાવનાનો હોય વિચાર,
અંગત સ્વાર્થ નહીં,પરમાર્થનો જ કરે છે વિચાર.
જીવન તો મળ્યું અમૂલ્ય પણ બીજાનો કરે વિચાર,
અગરબત્તી જેમ જલીને સુગંધ આપવાનો જ વિચાર.
હનુમાન દાદા એ જે આપ્યું તે સદ્ માર્ગે વાપરવું એ વિચાર,
દાતાર બની આપે દાન નહીં હું પદ નો કોઈ વિચાર.
નથી કોઈ કીર્તિની ઝંખના,નથી કોઈ પદ મળે એ વિચાર,
દયાળુ દાદાની હામથી એ,સારા કર્મ કર્યાનો જ વિચાર.
સરળ બની રહે સદા નહીં અભિમાનનો કોઈ વિચાર,
અંતરથી દુવા આપે, આવે અમી ઓડકાર સૌને એ વિચાર...
ભાવના ભટ્ટ અમદાવાદ.....