મિત્રો, રથયાત્રાનો ઉત્સવ આપણે હમણાં જ ઉજવ્યો. તેના વિષે અખબારો અને મેગેઝીનોમાં જાત જાતના લેખો આવી ગયા, જે આપણે
સૌ એ રસપૂર્વક વાંચ્યા. ત્રણે રથ (અમદાવાદમાં સરસપુર) જગન્નાથપુરીમાં (ગોંદિયા/ગૂંદીચા) મોસાળમાં વિરામ માટે જાય છે.
મને એક પ્રશ્ન થાય છે કે જગન્નાથજી (કૃષ્ણ) એ વિષ્ણુનો અવતાર છે, અને કૃષ્ણના મામા કંસ. મામા ભાણેજનો વૈરસંબંધ પુરાણોમાં આલેખાયો જ છે.
મામા કંસની સાથે તો દુશ્મનાવટ હતી, તો મોસાળમાં કેમ ગયા?
બીજું, વિષ્ણુ પોતે તો સ્વયંભૂ છે તેમનું મોસાળ ક્યાં ?
સુજ્ઞ વાચક મિત્રો તરફથી મારી શંકાનું નિર્મૂલન ચાહુ છું