નડતો રહે છે માણસ જ માણસને
અને આ દોષ ગ્રહ નડતર નો નિકાળે.
આદરની વાતો મીઠડી કરી ને
આદર આપવા સમયે દોષ યોગ્યતા નો નિકાળે.
કષ્ટ બીજા ને આપી રાહ સુખ ની જુએ ને પછી દુઃખ આવતા દોષ કિસ્મત નો નિકાળે.
મદદ ના ભાષણ કરી ને જરૂર સમયે ઠેન્ગો બતાવી દોષ મજબુરી નો નિકાળે.
- કવિતા પટેલ