"વિરહ નો વલોપાત"
દુઃખ વગર , દર્દ વગર ,
મન ઉદાસ રહે,તારા વિરહ નાં વલોપાત વગર.
આંખો ની અમી છલકી ઉઠી,
આંખે આસું નાં કાજલ , આખ્યું નો દરિયો કેમ ભરાય આસું વગર.
મલ્હાર ભીની ધરતી સામે નવી કૂંપળો,
ઝરી ઝરી રડે છે, કાન મીરા અને રાધા નાં પ્રેમ રાગ વગર.
ભરમાઈ ગયેલી ભક્તિ વચ્ચે શ્રદ્ધા,
કચડાયા કરે છે પગે પગે , પરમાત્મા શુ સમજે શુદ્ધ આત્મા વગર.
ગગને થી આસું ઉતરીયા બૂંદ થકી,
ખોળે ઝીલે ધરતી , શુ ખબર પડે કબર ને કેટલા આસું પડ્યા તારા વગર.
✍️ ગિરીમાલસિંહ "ગીરી"