માણસ કયારેય માણસનાં વિચારધારા ને નથી બદલી શકતો?
કોઈ પણ કઇ પણ કહે આ એ ચાહે પછી કોઈ કવિ,લેખક, સાહિત્યકાર, કથાકાર, વિદ્વાવા નો, વૈજ્ઞાનિકો હોય કોઈ પણ કઇ પણ લખી લે યા બોલી લે આપણે માણસ ને કયાંય ફરક નથી પડવાનો..કારણ એ પણ માણસો છે. અરે..!! ખુદ ભગવાન પણ આપણે સમજાવે કે લખી લે તો આપણે આપણી વિચારધારા નથી બદલાવા ના.ભગવાન પાસે એવાં સાધનો નથી કે મગજ ને રિપેરીંગ કરી આપણી સોચને બદલી શકે. ગાંધીબાપુ કહયું હિંસા ન કરવી અહિંસાને મારગે ચાલવું જોઈએ તોય આપણે માણસ હિંસા કરીએ છીએ. કારણ એ પણ માણસ જ હતા. એમાય માણસ માણસ ની સોચ કયા બદલી શક્યો છે? આ 3G,4G ના જમાનામાં આપણે આવી ગયા તોય આપણી વિચારધારા નથી બદલાય.
હુ તો કહું છું કે 8G નો પણ જમાનો ભલે આવી જાય તો પણ આપણે માણસ એનાં એ જ રહેવા ના.હુ કોઈ એક માણસ ની વાત નથી કરતી આખી દુનિયા એજ છે હુંય એમાંથી કયાંય બાકાત નથી હુ એજ માયલી છું...
આપણી સોચ કેવી ચાલો જોઈએ..!!
1.અગર કોઈનીભુલ હોય તો આપણે માફ નથી કરતાં ઊલટું આપણે બદલો લેવાની ભાવના રાખીએ છીએ.
2.છોકરો છોકરી વાત કરતા હોય તો આપણે માની લઈએ છીએ કે એકબીજા વચ્ચે કયા હશે.
3.આમ તો આપણે ગાયને માતા તરીકે પૂજતા હોય છી કુતરા ને વફાદાર માનીયે છે પણ જયારે એજ ગાય કે કુતરું
આપણ ફળિયામાં કે રોડ પર ગંદકી કરે ત્યારે એને ગાળો બોલતા હોય છે. અરે એમા હુ પણ આવી જાવ.
4.આપણે ખુદ ને બદલી નથી શકતા અને આપણે સમાજ
સુધારા કરવા નીકળી પડ્યે છીએ...
પહેલા ખુદ ને સુધારવા ની કોશિશ કરીએ. સમાજ, દેશ, દુનિયા બધું આપોઆપ બદલાઈ જશે. એની શુભ શરૂઆત હુ મારા થી જ કરીશ કોઈ ને કહેવુ નથી કે તમે સુધારો બસ હુ એક મારી વિચારધારા બદલીશ.. પછી જ બીજા ને કહી.અરે માનવુ ન માનવું એ માણસ ના હાથની વાત છે.બાકી !!જય શ્રી રામ!! ??
સારું લાગે કે ખરાબ તો મને માફ કરજો. ❤દિલ થી sorry. ??
"દોસ્ત"