આ અંતિમ સલામી ને જોઈને ક્રિકેટર કપિલ દેવ ટીવી સામે ઉભા થઈને રડવા માંડ્યા હતા
કારગિલ યુદ્ધ પહેલા ક્યારેક જ ભાગી એવું બન્યું હતું કે ભારત પાકિસ્તાનના ક્રિકેટ મેચને રોકવો પડે......
એક ઘટના કારગિલ યુદ્ધ દરમિયાન એવી બની ગઈ કે કપિલ દેવ ટીવી સામે ઉભા રહી ને લાંબા સમય સુધી રડતા રહ્યા
આગલા દિવસે એ ઘરમાંથી નીકળ્યા અને મીડિયાને કહ્યું કે એ તસવીર જોયા પછી એ આખી રાત સૂઈ નથી શક્યા....
વર્ષ 1999માં ભારત નું પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું...
દરરોજ કોઈને કોઈ વીર સપૂત શહીદ થઈને તિરંગા માં લપેટાઈને દેશના વિવિધ દિશામાં પોતાના ઘરે પહોંચી રહ્યા હતા
સમાચાર પત્રો, રેડિયો ,અને ટેલિવિઝન માં રોજ આ અંગેના સમાચારો પ્રગટ થતા હતા લોકોનો ગુસ્સો વધતો જતો હતો પરંતુ ક્યારેય લોકોનો ગુસ્સો આટલી હદે બહાર નહોતો આવ્યો...
પરંતુ આ બધા વચ્ચે સમાચારપત્રોમાં એક એવી તસવીર પ્રકટ થઈ કે જે જોઈ અને ક્રિકેટર કપિલ દેવ ખૂબ જ ગુસ્સે થયા અને એમણે ભારત સરકાર ને કહી દીધું કે બહુ થયું હવે આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ નથી રમવું નથી જોઈતી પાકિસ્તાન સાથેના ક્રિકેટ ની કમાણી.....
કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વિવેક ગુપ્તા નો શબ જ્યારે દિલ્હી પહોંચ્યું ત્યારે તેમના પરિવારજનો તેમના અંતિમ દર્શન કરવા અને એમને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા બધાજ વારાફરતી એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા હતા......
આ દરમિયાન તેમના પત્ની કેપ્ટન જયશ્રી સેનાના ગણવેશમાં ત્યાં પહોંચ્યા અને એમને સેલ્યુટ કરી અને શ્રદ્ધાંજલિ આપી.....
પોતાના પતિ અને સેલ્યુટ કરતી અને શ્રદ્ધાંજલિ આપતી કેપ્ટન જયશ્રી ની તસ્વીર જ્યારે સમગ્ર દેશે જોઈ ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને લોકોની આંખમાંથી પણ આંસુ નીકળવા માંડ્યા
આ ઘટનાને કપિલદેવે પણ જોઈ
જયારે કેપ્ટન જયશ્રીએ સેના ની ધૂન પર વિવેક ગુપ્તાને સેલ્યુટ કરી ને શ્રદ્ધાંજલિ આપી ત્યારે કપિલ દેવ અને આખો દેશ એ દ્રશ્ય જોઈને રડી ઉઠ્યો
અને આખો દેશ પાકિસ્તાન ઉપર ફિટકાર વરસાવવા માંડ્યો
વીર શહીદ મેજર વિવેક ગુપ્તા ના પત્ની કેપ્ટન જયશ્રી પ્રત્યે લોકોનો સન્માન વધવાનું કારણ એ વિવેક ગુપ્તા ના પત્ની હતા એટલું જ નહીં પરંતુ એક બીજુ કારણ પણ હતું જે લોકોને ત્યારે ખબર નહોતી.... એ કારણ તે હતું કે કેપ્ટન જયશ્રી અને વિવેક ગુપ્તા વચ્ચે કૌટુંબિક વિખવાદ ચાલતો હતો અને બંને અલગ રહેતા હતા
પરંતુ જ્યારે એ મને ખબર પડી કે તોલોલીંગ ટેકરી ઉપર વિજય પ્રાપ્ત કરતી સમયે કેપ્ટન વિવેક ગુપ્તા વીરગતી પામ્યા છે ત્યારે તે પોતાની જાતને રોકી ન શક્યા અને દિલ્હી એરપોર્ટ પર આવી અને રોતા રોતા સલામી આપી ને શ્રદ્ધાંજલિ આપી કેમકે છેલ્લે તો તેઓ એક ભારતીય નારી હતા...
શહીદ મેજર વિવેક ગુપ્તા અમર રહો.....
( નીચે તે ઐતિહાસિક અને હૃદયદ્રાવક તસ્વીર)