સોશ્યલ મીડિયાના આવિષ્કાર પછી આપણે કેટલા દંભી થઈ ગયા છીએ.રોજ આપણે કંઇક ને કંઇક એટલા માટે પોસ્ટ કરતા હોઈએ છીએ કે કેટલા એ આપણી પોસ્ટ જોઇ અને કમેન્ટ કરી અને થોડાક અંશે એવું પણ છે કે આપણે આપણી ગમતી વ્યક્તિ માટે પોસ્ટ કરતા હોઈએ છીએ અને જ્યારે એ આપણી પોસ્ટ ન જોવે અથવા તો જોઈને પણ Ignore કરે ત્યારે આપણને થોડું hurt થતું હોય છે અને પછી આપણે એવું વિચારીએ છીએ કે એને આપણી કંઈ ચિંતા નથી.તો જરા વિચારો શું આપણે એટલા માટે પોસ્ટ કરીએ છીએ કે કોને આપણી કેટલી ચિંતા છે અથવા તો આપણને જે તે વસ્તુ ગમે છે માટે પોસ્ટ કરીએ છીએ.જો આપણી ચિંતા કરવાવાળા શોધવા માટે પોસ્ટ કરીએ છીએ તો એ એક પ્રકારનો દંભ જ છે કારણ કે જેને આપણી વાસ્તવમાં ચિંતા હશે તો એને આવી કોઈ પોસ્ટથી ફર્ક નહીં પડે કારણ કે તે આપણી ચિંતા પહેલા પણ કરતા હતા અને આગળ પણ કરતા જ રહેશે!