કર્તવ્ય છે જો કર્મ તણું,
કરવાનું છે કામ ધણું
શું પામ્યા ને શું ખોયું,
એ કોથળી સીવી લઈએ
ચાલ ને થોડું મન ભરીને જીવી લઇએ!
પીડા પામ્યા પ્યારા થકી,
એનો રંજ ભરી રહીએ
કારમી થપાટ કુદરત કેરી,
રાવ એની કોને કેવા જઈએ?
ચાલ ને થોડું...
ખોબલો નીર ખાબોચિયાનું,
શીદને બંધિયાર બની રહીએ
સાગર સમી સરિતા બની
હોંશભેર ખડખડ વહી જઈએ
ચાલ ને થોડું...
આજ કરીશું, કાલ કરીશું
આમ ને આમ વરસો ગળી જઈએ
જીવવું હોય તો હાલ જીવી લે
કાલ ની રાહે શીદ ને બેસી રહીએ
ચાલ ને થોડું...
હું આગળ કે આગળ તું
ભેદ ન રાખ્યો ઘડનારે
ખરા ખોટા નો ભેદ ભૂલીને
આવને ગળે મળી લઇએ
ચાલ ને થોડું મન ભરીને જીવી લઇએ!
--કાંતિ માલી, રાપર.