રુવે રુવે મારા ફૂટી નીકળે છે તું,
ને કહે છે ભૂલી ગઈ છું હું,
કદંબ ડાળ ભૂલે જો વાંસળીના સુર,
તો શ્વાસ લેવાનું ચુકી જાય એના મૂળ,
મૌનનો દરિયો પીધો છે તે કદીય,
મીઠાશ નથી હોતી એમાં લગીરેય,
વમળ વિચારોના હડસેલું છું રોજ,
તોય નથી આવતી એમાં કદી ઓટ,
દરેક શ્વાસ સાથે પ્રવેશે છે ભીતર તું,
ઉચ્છવાસમાં પણ નથી ધકેલી શકતી હું,
તારતમ્ય થઈ જાઉં છું કાચ જેમ હું,
ને પ્રતિબિંબમાં દેખાય છે તું...