English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

14-06-2019 બાળમજુર

(એક સર્વે મુજબ ભારત મા આશરે 1 કરોડ 10 લાખ થી પણ વધુ બાળમજુર છે)

રવિવાર ના દિવસે પંજાબી લેવા નિકળ્યો અને ઓર્ડર આપ્યો ત્યાં જ મારી નજર રેકડી પર કામ કરતા એક બાળક પર પડી. કોઇ નો ઓર્ડર કેહવા આવ્યો હશે તો બાજુ મા આવી ને ઉભો તો હુ એની સામે હસ્યો પણ એ મારી સામે ના હસ્યો.

મે કિધુ - અહી અાવ.
તે કહે - બોલો સાહેબ
મે પુછ્યુ - કેટલા વર્ષ થી કામ કરુ છુ અહિયા
તે કહે - બહુ બધા દિવસો થી.
મે પુછ્યુ - ઘર મા કોણ કોણ છે
તે કહે - બાપુ અને મા
મે પુછ્યુ - અહી શુ કામ કરે છે
તે કહે - ટેબલ સાફ કરુ, વાસણ ધોઉ
મે પુછ્યુ - પગાર શુ આપે છે
તે કહે - રાતે જતા પેહલા 100 રુપિયા અાપે.
મે પુછ્યુ - પછી એ 100 રુપિયા નુ તુ શુ કરુ
તે કહે - ઘરે જઇને મા ને આપુ.
મે પુછ્યુ - પછી એ શુ કરે
તે કહે - ઘર મા ખાવા બનાવવા માટે બધુ લાવે.
મે પુછ્યુ - બાપુ શુ કરે છે
તે કહે - કામ પર જાય છે
મે પુછ્યુ - શુ કામ
તે કહે - એ મને થોડી ખબર હોય. પછી પાછળ જોયુ અને બોલ્યો સાહેબ હુ જઉ છુ બહુ કામ બાકી પડ્યુ છે.
એટલા મા જ બુમ પડી એય છોટુ પાણી પિવડાય તો

(("એય છોટુ" કેહવા વાળા લોકો થોડી એમની રિસપેક્ટ કરો. તમે એ જગ્યા પર તમારા નસીબ થી બેઠા છો નહી કે તમારા કર્મ થી. આપણા બાળકો જેટલુ જ માસુમ હોય છે એ લોકો નુ બાળપણ પણ કદાચ આપણા કરતા વધારે જવાબદારી થી દબાયેલો રહી જતો હોય છે આ જીવ.))

આ પોસ્ટ વાંચનાર માથી ઘણા ને ઘર ની પરિસ્થિતિ સારી ના હોવાને લીધે ઓછુ ભણ્યા નો અફસોસ હજુ પણ હશે જ તો જરા વિચારો બીલકુલ ના ભણ્યા નો અફસોસ કેટલો રેહતો હશે.

લગભગ 2 વર્ષ પેહલા નો કાળા નાણાં નો કિસ્સો તો બધા ને યાદ જ હશે. કાળુ નાણુ રાતોરાત રદ્દી બની ગયુ. જો એજ રદ્દી પૈસો ગરીબો ના બેંક એકાઉન્ટ મા જમા થયા હોત તો આજે ગરીબી નો ગ્રાફ થોડો નીચો તો આવ્યો જ હોત.બાકી જો અમીરો એમના ખિસ્સા થોડા હલ્કા કરે તો પણ રિસલ્ટ મળી શકે એમ છે. પણ જેને મળ્યુ છે ને એના થી છુટતુ નથી અને નથી મળ્યુ એને બીજે ક્યાંય થી નથી મળતુ.

3 લાખ ની એક ચા પીવા કરતા 3 લોકો ને મારા થકી રોજ ચા મળે એમા વધુ ખુશી મળે નઇ ?સોના ના મુગટ અને ચાંદી ના સિંહાસન પર બિરાજતી મુર્તી જ હવે બોલે કે "બસ કરો હવે યાર, હુ આ બધા દાગીના નુ શુ કરીશ? " ત્યારે જ કઇક બદલાવ આવશે. અને એની તો હવે રાહ જોવી રહી.

લાખો કરોડો કમાતા બધા જ બિઝીનેસવાળા ઓ એ 10 ગરીબ બાળકો નો ખર્ચો ઉપાળવો જ પડશે એવો કાયદો બને તો એટલીસ્ટ દરેક બાળક 10 સુધી તો ભણી જ શકે. લાગણી + દયા + ભાવના + જવાબદારી અને એથી પણ ઉપર માનવતા. આ બધા ને વાટી ને બનાવેલો ઘુંટ બધા ને પિવડાવીયે તો જ કદાચ અમીર બાળક અને ગરીબ બાળક "એક જેવી" થાળી મા જમતુ દેખાશે.

English Thought by Jimmy Jani : 111195744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now