Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

........( જ્ઞાનગોષ્ઠી ભાગ -૩)....

હવે થોડા શૃંગાર પદો :-

જે આપણા સાહિત્યથી થોડા અળગા રખાયા છે બહુ ઓછા લોકોને માણવા મળ્યા છે. આ પદોમાંય આધ્યાત્મિક રહસ્યો એટલા જ ભરપુર છે.
નરસિંહને એક વાર તરસ લાગી હોય છે,અને અચાનક એક સ્ત્રી પાણી પીવડાવા આવી ચડે છે. નરસિંહને એવો ભાસ થાય છે કે જાણે કૃષ્ણ સાક્ષાત મોહિની રુપે પ્રગટ થયા.
આ પદ ઝારીનું પદ છે.

"આ જોને કોઇ ઉભી આળસ મોડે,
ગોરી તારે રાજુડે રે મોહ્યાં મોહ્યાં મુનિવર રાયા,
રુપ સ્વરુપ ભર્યું નવ જાયે,
કોઇ દિશે છે ઇશ્વરી માયા,
આ ગજવો તમે ક્યાં સીવડાવ્યો ?
શણગટ વાળ્યો શું ધારી રે ?
આંખલડી જાણે પાંખલડી…."

નરસિંહને ખબર હતી કે આ શૃંગાર પદો લોકો સ્વિકારી નહિં શકે ! રાજદંડ પણ મળી શકે . એટલે પહેલા જ તે ચાતુરીના પદોમાં તેની ભૂમિકા બાંધી દે છે.

"મન, વચન, કર્મ, સાધન ચાતુરી,
અગમ અગોચર જેહ છે,
બ્રહ્મ વાદ નીર્બોધ છે,
તેહને સમજશે કોણ પછે ?
એવું નૌતમ યૌવન,
શ્રી વૃંદાવન શોભા જેની વર્ણે ના સમાય,
સંસારના સન્મુખે કહું તો સ્તુતિ ટળી નિંદા થાય."

અર્થાત્,"નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો મને લટકાવી દેશે." આ નરસિંહને ખબર હતી. થોડાક શૃંગાર પદો માણવા જેવા છે.

"નાચતા નાચતા , નયન નૈણા મળ્યા,
મદ ભર્યા નાથને બાથ ભરતા,
ઝમકને ઝાંઝરે તાળી દે તાળુડી,
કામિની કૃષ્ણ શું કેલી કરતાં."

"જાગો રે જશોદાના જાયા વ્હાંણલા વાયા, તમારા ઓશીકે મારા ચીર  રે ચંપયા,
પાસું મરડો તો વ્હાલા ચીર લઉં તાણી,
સરખી સમાણી થઇ પાસ જાઉં રે પાણી."

"પ્રાત: થયું, પ્રાણ પતિ, ઇન્દુ ગયો આથમી,
કાં રહ્યો બાવડી કંઠ ઘાલી" 

આહાહા, દરેક જગ્યાએ પહેલા શૄંગાર રચીને નરસિંહ પછી આધ્યાત્મિક સાર આપે છે.

"પાછલી રાતના નાથ પાછા વળ્યાં,
શું કરું હે સખી હું ન જાગી ?
નીરખતા નીરખતા નિંદ્રા આવી ગઇ,
વાલોજી જઇ, ગયા વાત રાખી,
કૃષ્ણજી ક્યાં હશે ? શૌક્ય સુણશે હવે,
પ્રથમ જઇ એને પાય લાગું,
સરળ છે શામળો મેલશે આમળો,
જઈ ને વાલા કને માફી માંગુ "

ત્યારે સખી કહે છે....

"ઉઠ આળસ તજી, નાથ નથી ગયા હજી,
દ્વાર ઉભા હરી હેત જોવા."
સખી કહે છે,
"ગાંડી નાથ તો તારા પ્રેમની પરીક્ષા કરે છે.
એણે જ તને ઉંઘાડી અને એણે જ તને ઝબકીને જગાડી છે. 

છે ને મિત્રો, ભક્ત નરસિંહ મહેતાની આ જ્ઞાનગોષ્ટી...
અને એને સામાન્ય મનુષ્યને સમજાવવાની આ કળા...અદ્ભુત..  અદભુત.. અદ્દભુત...

Gujarati Motivational by Kamlesh : 111194875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now