કર્મ કરવાનો અધિકારી છું, ના ફળની કશી ફિકર મને.
હું મનુજ રુપે અવતારી છું, ના ફળની કશી ફિકર મને.
કર્મપથ મારો હું જાતે સઁવારુંને પછી ડગલાં ભરનારો,
ૠષિકુળ તણો સંસ્કારી છું, ના ફળની કશી ફિકર મને.
હિમાલય સમો અડગને અચળ છું મારા લક્ષ્યમાં હું,
છોને ભલેને સંસારી છું , ના ફળની કશી ફિકર મને.
વિટંબણાઓ છોને લાખ આવનારી અંતરાય બનીને,
આતમ હું અલગારી છું, ના ફળની કશી ફિકર મને.
લડું, ઝઝૂમું ધરી દ્રઢ મનોબળ લક્ષ્યવેધ કરીને જંપુ,
અવરોધોને હું ચિનગારી છું, ના ફળની કશી ફિકર મને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '