અમારી પાસે ફોન નહોતો, કાગળનો વ્યવહાર હજુ ચાલુ હતો, અમને મજા આવતી એકબીજાની લાગણીઓ લખીને મોકલવાની. એ દિવસ ઘણો કાળો હતો, લોકોના મોબાઈલના ચાર્જીંગ ખતમ થયા હશે પણ મારા કાગળની શાહી ખત્મ થઇ ગઈ, મારા કાગળના ટુકડા ખોવાઈ ગયા. મને યાદ છે હજુ એ દિવસ. હું ક્યારેય ભૂલી નહિ શકું એને. એનો કુમળો અપર્શ અને હુંફાળી ફૂંક મારા શરીર ને જીવતી રાખવા પુરતી હતી. આજે પવન જરાય નહોતો, લીમડાનું પાંદડું સુધ્ધા હાલતું નહોતું. અને આશિષ આટલું લખીને ચાલી નીકળ્યો.