Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રીહરિને ગમતું હશે હૃદય મારું.
એ કાજ નમતું હશે હૃદય મારું.

છે ઝંખના એની પ્રભુ પામવાની,
એથી જ ધબકતું હશે હૃદય મારું.

સ્મરણ સતત કરે છે એનું એ તો,
મળવા જ ટપકતું હશે હૃદય મારું.

છે અંશ અંશીના વિયોગની વાત,
ટપકારે ધ્યાન ધરતું હશે હૃદય મારું.

સ્ફુરણા,સ્પંદનોને ઉરઝંકાર એનો,
રક્ત એના નામે ઝરતું હશે હૃદય મારું.

મંદિર છે એ મૂઠી જેવડું મહાનને,
અદ્રશ્ય કોઈ વિહરતું હશે હૃદય મારું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111191519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now