English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,*

દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,

*એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,*

નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,

*કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,*

હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,

*મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,*

કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.

*તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,*

માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.

*શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,*

ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.

*મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,*

છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?

*પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,*

બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકવો.

*કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,*

ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.

*મિત્રો મારા ચેતી જજો સમય ન આવે આવો,*

વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો.

?????????????

*વ્યસનની લત જેને લાગી છે તેને કોઈ સજ્જન સાચી વાત સમજાવે અને છતાં પણ જો તે મૂકી ન શકે તો એક દ્રષ્ટિએ..*☺

તેને તેનાં સંતાન, પરિવાર વગેરે કરતા પોતાનું વ્યસન વધારે વ્હાલું અને મહત્વનું માનેલ કહેવાય...?

*જો પોતાનાં સંતાનો અને સ્નેહીમાં સાચું હેત હોય તો મરદ નો કટકો થઈ વ્યસનનો ધા કરી દે...*?

હવે આ મોઢામાં કોઈપણ પ્રકારનું વ્યસન જાય તો હરામ બરોબર છે...

*રામને માનનારો હરામનો ન હોય શકે...*

??????????????????

દુઃખની વાત એ છે કે, મરદ પોતાની મર્દાનગી માત્ર કોઈને ડરાવા ધમકવામાં જ બતાવે છે.. સાચો મરદ હોય તો તો ઝેર જેવા વ્યસનનો મરતા સુધી ત્યાગ કરી દે.. ભાઈ...

???????

*કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SAHRE કરજો।..*

વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાવા માટે આ મેસેજ દરેક ગુજરાતી સુધી પહોંચાડો...

નિર્વ્યસની લોકો વ્યસનીના વ્યસન મુકાવવામાં મદદ કરો..

*સ્નેહ અને હૂંફ આપો.. વ્યસન છૂટતા વાર નહીં લાગે..*

English Shayri by બાબા સત્સંગી : 111190455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now