Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરી લ્યો ફેરફાર કૈંક આવો, ઘરની વહુને ' દીકરી' બનાવો.
લઈ લ્યો જીવનનો કૈં લ્હાવો, ઘરની વહુને ' દીકરી' બનાવો.

કલેશ કજિયા સહુ દફનાવો, એને દીકરીનો પ્રેમ અપાવો.
ઘરને સ્વર્ગમાં તમે પલટાવૉ, ઘરની વહુને ' દીકરી ' બનાવો.

તમે મનને કયારેક તો મનાવો, નહિ મળે અવસર કૈ આવો.
એના પિયરને પ્રેમથકી ભૂલાવો, ઘરની વહુને 'દીકરી' બનાવો.

સ્નેહ તમારાં નૈનમાં છલકાવો, મુખે પ્રેમ પુત્રીનો પ્રગટાવો,
' ખૂબ થયું ' હવે બદલો સ્વભાવો, ઘરની વહુને ' દીકરી' બનાવો.

નહીં કદી ભૂલે તમારા ભાવો, તમે જાગોને બીજાને જગાવો.
નહીં રહેશે ફરિયાદ કે રાવો, ઘરની વહુને ' દીકરી' બનાવો.


ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111190400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now