કદીએ ના ભૂલાય' મા' વાત્સલ્ય તારું.
અંતરે અમી દેખાય' મા ' વાત્સલ્ય તારું.
સ્નેહ સુધા તારા શબ્દે ટપકતું સદાએ,
લાગણીઓ ઊભરાય ' મા ' વાત્સલ્ય તારું.
સર્વસ્વ સમર્પણની ભાવના તારી માતા,
આશિષ સ્હેજે અપાય ' મા ' વાત્સલ્ય તારું.
સંતાનકાજે તું બધું જ કરી છૂટનારી મા,
ઉપકાર વધતા જાય ' મા ' વાત્સલ્ય તારું.
જીવન તારું પરમાર્થી સહનશીલતા મૂર્તિ,
સરખામણી ના થાય ' મા ' વાત્સલ્ય તારું.
ખુદ ઇશ પણ ઝંખે અંક તારો એ ગરિમા,
હારે કવિગણ બધાય ' મા ' વાત્સલ્ય તારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '