મુશાફિર હું. મુશાફિર છું. લહેર ની વાત લેવી છે.
મલે સથવારો જો સારો. તૌ ઍક બે વાત કેવી છે.
ગવનના છાંયડા નીચે. હજારો ગાવ હાલી ને.
આવે આફત સાથીને. તૌ એની ઘાત લેવી છે.
મુશાફિર હું. મુશાફિર છું......
આકાશે ચાંદ તારા ને. નીચે ધરતી અમારી છે.
સમંદર તૌ હૈયામાં છે. એવી ઘૂઘવાટ લેવી છે.
મુશાફિર હું. મુશાફિર છું......
હુંયે તમારા જેવો છું. મારી તાસીર જુદી છે.
મળે જો હેતુ સાચા. તૌ ચોપાટ લેવી છે.
મુશાફિર હું. મુશાફિર છું......
બધી દુનિયા તમારી છે. અમારે કાય નાં જોઇયે.
તમારા બાગ ની એકજ. કળી સંગાથ લેવી છે.
મુશાફિર હું. મુશાફિર છું......
તમારી "હેડકી" આવે તોય આ રાજ રાજી છે.
આખું આયુષ આપીને. ઍક મુલાકાત લેવી છે.
મુશાફિર હું. મુશાફિર છું....D4