આજે હું કોઈ છોડ વાવતો ફોટો મુકું તો તમને શુ લાગે? કે હું કેટલો પર્યાવરણ પ્રેમી ,વૃક્ષ પ્રેમી છું...ના.હું કેટલો દંભી છું.હા, હવે કઈંક બરાબર. પુરેપુરો દંભી. જેને આખા વર્ષ માં કોઈ 'દિ પોતાના ઘર માં તુલસી ને પણ પાણી ના પાયું હોય એ આજે સરેઆમ છોડ વાવી રહ્યો છે અને ફોટો પડાવી રહ્યો છે કે પછી ફોટો પાડતા પાડતા વચ્ચે છોડ વાવી રહ્યો છે??!સાંભળ્યું છે કે કોઈ નું સારું ના કરી શકો તો કાંઈ નહીં ખરાબ તો ના જ કરો.અને જાણે-અજાણતા ખરાબ થઈ પણ જાય તો માફી માંગી લો.પર્યાવરણ ની બાબત માં આપણે સારું તો બહુ દૂર પણ ખરાબ કરવાની પણ હદ પાર કરી લીધી છે.હવે એક જ વિકલ્પ બાકી છે માફી.એના થી કાંઈ ફરક તો નહીં પડે પણ જે વધ્યું-ઘટ્યું છે એ બચે કદાચ.આપણી આસ પાસ નું દરેક વૃક્ષ,પ્રાણી-પક્ષી, હવા,પર્વત દરેક આપણી માફી ની હકદાર છે.અને સાથે સાથે આવનારી પેઢી પણ એટલી જ હકદાર છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ની હાર્દિ....જવા દો.ચાલશે.