તેના દિલ ના તુટવાનો અવાજ સંભળાયો નહીં.
તેની કાજળ આંજેલી આંખો પાછળ ની ભીનાશ દેખાય નહીં
હાથ માં રચેલી મહેંદી માં છુપાઈ ગયા કેટલાક સપના
તેના હસતા ચહેરા પાછળ ની વેદના દેખાય નહીં
પુછાયું તો હતું તેને જ પહેલા પણ કબુલ હૈ
બોલતા તેના અવાજ માં આવેલો કંપ કોઈ ને સંભળાયો નહીં
થઈ ગઈ તે બીજા ની પણ મન તો રહૃાું કોઈક નું
તેના દિલ ની વ્યથા કોઈ ને સમજાઈ નહીં
રડી તો તે ધોધમાર વિદાય સમયે લોકો એ
માન્યું આ તો છે વિદાય ના આંસુ પણ
તેના તુટેલા સ્વપ્ન ની પીડા કોઈ ને સમજાય નહીં...