બળી જશે લાકડા ઠરી જશે રાખ
તારી ખુમારી તારી પાસે રાખ
જીવી લે જિંદગી મોજ મસ્તી ની
તારી અકડ તારી પાસે રાખ
રોપી દે પ્રેમ તરું
હેત નું ખાતર એમાં નાખ
ખુલી આંખે તું દુનિયા જુવે
ક્યારે ભીતરે તું ઝાંખ
હાર ની શરણે ના થા
આપી છે હોંસલા ની પાંખ
શ્વાસ આપ્યા પણ જીવે નહિ
એમાં ઈશ્વર નો શું વાંક??