ગઝલ...બોલો તમે...!!!
એક હાથે લઇ મરજી ઠોલો તમે,
એક હાથે ત્યાગને તોલો તમે.
ભાવ ચૂકવવા પડે છે બેયના,
મોંઢુ રાખો બંધ કે ખોલો તમે.
શબ્દ બોલેલા નભોમંડળ રહે,
સત્ય,મિથ્યા કંઈ પણ બોલો તમે.
લોક સૌ આગળ વધી ભૂલી ગયા,
તમતમારે ઘા જુનાં ઠોલો તમે.
એકત્રિત છૂટી જવાનું આખરે,
ધનના મદમાં છો અહીં ડોલો તમે.
-અશોક વાવડીયા
*મરજી= આકાંક્ષા,કામના,વાંછના,ઇચ્છા,ખ્વાએશ
*ઠોલો= ઠોલવું,ખોતરવું
*ડોલો= ડોલવું,નાચવું
છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન