Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણાં કર્મો નક્કી કરે છે દિશા આપણી.
વિચારો આખરે નક્કી કરે છે દિશા આપણી.

આજની પ્રવૃત્તિ એ ભાવિ છે આવતીકાલનું,
પ્રયત્નો આપણા પગલાં ભરે છે દિશા આપણી.

ગઈકાલની ગતિ એ પરિણામ છે આજનુંને,
વૈચારિક અસ્થિરતા થતાં ફરે છે દિશા આપણી.

દિશાહીન પુરુષાર્થ નિષ્ફળતા પામે છે વખતે,
દિશા ચોક્કસ હોતાં કેવી ફળે છે દિશા આપણી.

દશા માટે જવાબદાર છે અતીતની દિશા વળી,
કોઈ ગુરુતત્વથી જીવનમાં મળે છે દિશા આપણી.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111187620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now