થઇ જશે.....
આમ મિલાવશો ના નજરથી નજર તમને પ્રેમ
થઇ જશે..........
ઇરાદો ના પણ હોય જો એવો તો પણ વહેમ
થઇ જશે...........
પ્રેમમાં છુપાવેલા કાંટા દેખાતા નથી કોઈ દી
નહિ કરો પ્રેમ તો ખુદ પર જ એક વહેમ
થઇ જશે.........
ચાલી તો નીકળ્યા છો પ્રેમના પંથે સંગાથમાં
વધારે આગળ ના વધશે
કાલે પાછાં આવવું એકલાને મુશ્કેલ
થઇ જશે..........
સાચવીને રાખ્યુ હશે જે હૃદય વર્ષોથી આજ સુધી
એક પળમાં વેરવિખેર થઈ જશે..........
સમણાં જોઇ રહ્યા છો ને સ્વર્ગ નાં પ્રેમ માં
એટલું યાદ રાખજો જીવતે જીવ નર્કની સેર
કરાવશે
બંધ થશે દેખાતું એ દુનિયા ની બહારનું તમને
દુનિયાથી આખી વેર થઇ જશે......
જોયો નહીં હોય જે તમાશો આખી જિંદગીમાં તમે
તમારી ખુદની જિંદગીનો એવો ખેલ
થઇ જશે........
કહે છે કોઈ દી, પ્રેમમાં પડતા નહિ "દોસ્ત"
વિચાર વાણી અને હૃદય બધું નકામું
થઇ જશે........