સીધાં કિરણો ધરાને ધરતા,
માનવ " ત્રાહિમામ ' ઉચ્ચરતા.
ખમૈયા કરોને સૂરજદેવ હવે તો !
અગનજાળ સઘળે ફેલાવી,
દેતી ' લૂ ' સૌને અકળાવી.
ખમૈયા કરોને સૂરજદેવ હવે તો !
શું કોપ કર્યો છે ધરા પર તમે!
સહન કેટલું કરી શકીએ અમે?
ખમૈયા કરોને સૂરજદેવ હવે તો !
ક્રોધ તમારો મૂકે છે સૌને દઝાડી,
ભૂચર રહ્યાં છે સઘળે કંટાળી
ખમૈયા કરોને સૂરજદેવ હવે તો !
અતિની નથી હોતી કદી ગતિ,
કહું છું સમસ્ત માનવજાત વતી.
ખમૈયા કરોને સૂરજદેવ હવે તો !
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '