?? બળી જશે લાકડા ઠરી જશે રાખ
તારી ખુમારી તારી પાસે રાખ
જીવી લે જિંદગી મોજ મસ્તી ની
તારી અકડ તારી પાસે રાખ
રોપી દે પ્રેમ નું તરુ ?
હેત નું ખાતર એમાં નાખ
ઉગશે ફળ મધ ભરેલું
વિશ્વાસ ના હોઠે એને ચાખ
પૈસો કઈ બધું જ નથી
માનવતા ની બનાવ શાખ
દરિયો બનશે કદી તોફાની
ધીરજ ની નાવ તું હાંક
ખુલી આંખે તું દુનિયા જુવે
ક્યારે ભીતરે તું ઝાંખ
હાર ની શરણે ના થા
આપી છે તને હોંસલા ની પાંખ
શ્વાસ આપ્યા પણ જીવે નહિ
એમાં ઈશ્વર નો શું વાંક !!!!
♈?
- અજ્ઞાત