એક બહાનું આપીશ
તારી ચાહત મા દિલ થી ડુબી જવાનું મને
એક બહાનું આપીશ
તારી જીંદગી ની દરેક ક્ષણ ને તારી સાથે માણવાનું મને
એક બહાનું આપીશ
તારા દરેક અહેસાસ ને સમજવાનું મને
એક બહાનું આપીશ
તારા દરેક દુખ ને મારા બનાવવાનું મને
એક બહાનું આપીશ
તારી લાગણી ના વહેણ મા વહી જવાનું મને
એક બહાનું આપીશ
તારા હદય મા કાયમ માટે વસી જવાનું મને
એક બહાનું આપીશ
તારી અંધકાર ભરી આ જીંદગી મા ઉજાસ બની ને આવવાનું મને
એક બહાનું આપીશ
હમેશાં તારા ચહેરા ની મુસકાન બનવાનું મને
એક બહાનું આપીશ
તારી ને મારી આ વધતી ઊમરે બચેલી મારી આ જીંદગી તારા નામે કરવાનું મને
એક બહાનું આપીશ
કોઈ જ શરતો વિના આ જીંદગી તારી સાથે જીવી જવાનું મને
એક બહાનું આપીશ
જીંદગી ના પુણઁ વિરામ પહેલા મને તારું અલ્પ વિરામ બનવાનું મને
એક બહાનું આપીશ