Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હિમાલય*
?????????

હિમાલય સમું દ્રઢ મનોબળને ડગલાં ભરું છું.
છું માનવને કૈંક કરી છૂટવાનું લક્ષ્ય હું ધરું છું.

કર્મપથનો પથિક છું કર્મ સતત હું કરતો રહું છું,
હિંમત અડીખમ હૈયે મારે પુરુષાર્થ સદા કરું છું.

ના ડરાવી શકે માર્ગના અંતરાયો કદી પણ જરા,
કરીને જંપવાનો લક્ષ્યવેધ ક્યાં પારોઠ ભરું છું.

સફળતા મારી હશે કર્માધિન નહીં કે પ્રારબ્ધની,
પગલે પગલે પાવક સમ થૈ ક્યાં પાનખરે ખરું છું?

નગાધિરાજ સમ ઉન્નત સ્થિર મુજ ધ્યેય અચળ,
આફત છોને કરે પડકાર એનાથી ક્યાં હું ડરું છું!

*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક* '
?????????

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111186759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now