Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગેરસમજો ઘણી થાય છે અર્થ સમજ્યા વિના.
દૂરી એકમેકની સર્જાય છે અર્થ સમજ્યા વિના.

શબ્દ એકને અર્થ ઘટાવાય છે અલગ અલગ,
સંબંધો વણસી જાય છે અર્થ સમજ્યા વિના.

સ્થળ, સમય, સંજોગ જોઈને મૂલવવું ઘટે છે,
આરોહ અવરોહ દેખાય છે અર્થ સમજ્યા વિના.

શબ્દ એક રત્નાવલીનો' તુલસીદાસ' પ્રગટાવતો,
ઉચ્ચારે પરિવર્તન પમાય છે અર્થ સમજ્યા વિના.

શબ્દને અર્થ એકરુપ હોવા હંમેશાં નથી જરુરી,
શ્રાવકની મનોદશા વર્તાય છે અર્થ સમજ્યા વિના.

છે બીજા ક્રમે પુરુષાર્થે પૈસાની બાબતમાં વળી,
દોટ આંધળી કદી મૂકાય છે અર્થ સમજ્યા વિના.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111185792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now