દૌલત પણ આપવા તૈયાર છું,
અને શોહરત પણ આપવા તૈયાર છું....
તમે કહો તો કોઇના સાથ વગર
જીંદગી કાઢવા તૈયાર છું...
બસ મને આપી દો એ મારું બાળપણ મારું...
એ વરસાદ નું પાણી,
એ પાણી નાં છબછબીયા,
એ ત્રણ-ચાર મિત્રો,
એ ગુંડાઓની ટોળી,
એ એક નાસ્તાનું પેકેટ
પાંચ મિત્રો વચ્ચે તોળી,
ભેગા મળી ખાવાની મજા
જે અમને છે મળી...
એ સ્કુલ ની મસ્તી,
એ સાહેબ ની વઢ ને,
એ ટીચર નો માર,
ને એ મિત્રો ની ટોળી,
એ છેલ્લી બેન્ચીસ,
ને પટમાં બેસવાની મજા,
એ આંગળી માં ભુંગળાં નાંખી
એ ખાવાની મજા...
એ રિસેસ માં ભાગવું,
ને ઘરે માર ખાવું,
એ મિત્રો ની સાથે ભટકવા
મારે છે જાવું,
એ ટાયર ફેરવવું,
ને સાઇકલ ના ડાંડા વચ્ચે પગ
ભરાવી સાઈકલ ચલાવવું,
એ કુતરાને પાસે બોલાવી
ફરી ભગાડવું,
એ એક જ સાઇકલ માં
ચાર ચાર મિત્રો ને બેસાડવું,
ને ભેગા મળીને એ તળાવમા નહાવું...
એ ડોસી ફળીયાની,
જેને નાની કેહતા,
એ નાની પણ અમને
પરીયો ની વાતો હતા કેહતાં...
એ નાની ની કરચલીઓમા,
જાણે આખું સંસાર,
ને અમને એક નવી દુનિયા બતાવતાં,
એ મમ્મી ની વઢ, એ પપ્પા નો માર
એ ભાઈની મસ્તી, ને બેહેન સાથે વાર...
એ કાગળ ની નાવળી,
જેને પાણી માં નાખી,
ભલે નાં એ ચાલતી,
પણ ઇરદા મજબુત રાખી,
પ્રયત્ન તો હંમેશા આપણે જ કરતાં,
પરીક્ષા માં એક બીજાની
કોપી જ કરતા...
ને એક બીજાની આપણે
હળીઓ જ કરતા...
એ અરજણ કાકા,
એ ચમ્પા માસી,
હજી યાદ આવે છે ને
એ પરીયો ની રાણી...
તમને જોઇયે એ બધું જ લઈલો
બસ મને એકવાર એ પાછું
બચપન આપી દો...
હું તૈયાર છું બધી સજા ભોગવવા
બસ એકવાર તો આપી દો,
એ બચપન મારું...
બસ એકવાર આપી દો,
એ બચપન મારું...