બે પુત્રો ની માતા મીરાબેન એ ઈચ્છા વ્યકત કરતાં મનોમન કહ્યું ; મારે પણ દિકરી હોત તો કેટલા હેતથી પરણાવત.....
બીજા દિવસે તેમના નાના પુત્ર સૌરભના લગનમા વહુને માયરામાં લાવતાં જ માતા મીરાબેન એ મનોમન િવચાર કર્યો; શું હવે મારો આ દિકરો પણ વહુનુ કહ્યું કરશે? વહુનો થઈ જશે? ના.. ના... મારે કંઈક તો કરવું..........
માત્ર ચાર દિવસમાં પત્ની વિહોણો પુત્ર સૌરભ ફક્ત અને ફક્ત માતા મીરાબેન નો જ રહયો.......