. *વિચાર કરો*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
પૃથ્વી પર રહીને કોઈનો વિચાર નથી,
મંદિરમાં બેઠા ભગવાનનો તો વિચાર કરો.
જેમણે બતાવી છે આ દુનિયા,
એ માતાનો તો વિચાર કરો.
પ્રેમની જાળમાં ફસાઈ મરવા જનાર,
તમારા ભાઈ બહેનનો તો વિચાર કરો.
બાપની સમક્ષ બોલનાર માણસ,
બાપના પરસેવાનો તો વિચાર કરો.
આ દુનિયામાં કોણ રડતું નથી,
કોના માટે રડો એ તો વિચાર કરો.
દોસ્તી બગાડી પોતાના સન્માન માટે,
અરે દોસ્તના ભરોસાનો તો વિચાર કરો.
પૃથ્વી પર રહીને કોઈનો વિચાર નથી,
મંદિરમાં બેઠા ભગવાનનો તો વિચાર કરો.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD