આઝાદી છે વીરોની કુરબાનીનું પરિણામ જરા વિચાર કરો.
જાય ન એળે શહાદત એની કદી તમામ જરા વિચાર કરો.
કરી ઉપવાસને ધરી અંગઢાંક વસ્ત્રો જેણે લડત આપી હતી,
એનાં મૂલ્યો ન બની જાય વળી સૂમસામ જરા વિચાર કરો.
કૈંકે વેઠી જેલને ખાધા માર અંગ્રેજ સરકારના બેરહેમીથી ,
ન બની જઈએ કેવળ પાશ્ચાત્યના ગુલામ જરા વિચાર કરો.
મા ભારતી પણ ઝંખતી હશે એવા સપૂતોને જે રક્ષનારા,
આતંક ક્યાંક ફાવી ન જાય આમને આમ જરા વિચાર કરો.
પાકી ગયો છે સમય આત્મમંથન કરવાનો આજે યુવાનો,
દેશ માટે કરી છૂટીએ બનતું કાંઈક કામ જરા વિચાર કરો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '