અંતરના ભાવોને આકારે છે કલમ.
શબ્દો નિતનવા રખે ધારે છે કલમ.
હર્ષ- શોક ઊભય પ્રસંગની સાક્ષી,
ક્યારેક હૈયાંને હળવું કરે છે કલમ.
આબેહૂબ વર્ણન આલેખતી કદીએ,
કાગળમાં ભાવ જુદા ભરે છે કલમ.
કોઈ કવિને હો પ્રેરણા ઇશની વળી,
શબ્દસહારેથી પેપરે પ્રગટે છે કલમ.
તલવારથીય અધિક શક્તિમાન છે,
સારું કે નરસું કરીને અટકે છે કલમ.
સફળતા એની આશાવાદ પ્રગટાવે,
સૂર નિરાશામાં જાણે ખટકે છે કલમ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '