એ મન બન મક્કમ એકલા ચાલવા જીવનપથ પર..
અહીં ઈશ્વર પણ છોડે છે સાથ ફરિયાદ ન કર....
ન રાખો આશ કોઈની પાસ.. અહીં છાયા પણ છોડે છે સાથ ફરિયાદ ન કર..
નથી ભરોસો એક પળ નો અહીં... ન મળ્યો જો સમય નો સાથ ફરિયાદ ન કર..
જૂઠી છે દુનિયા જુઠા અહીંના લોક..
જુઠા છે વચનો સાત ફરિયાદ ન કર..
બદલાય છે પ્રહર, બદલાય છે મૌસમ...
રંગ બદલતા માનવી જોઈ ફરિયાદ ન કર..
બદલાતા મૌસમ સમુ બદલાશે તારું ય નસીબ..
ખોટી ન રાખ આશ ઈશ્વર ને ફરિયાદ ન કર..
પારુલ ઠક્કર "યાદે"