Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામની મિલકત સમ લાગતું સરોવર ગામનું.
હાજરી વરુણદેવની આપતું સરોવર ગામનું.

શીળાં નીર વર્ષાતણાં સંઘરીને સૌને દેનારું ,
આશ્રયસ્થાન પશુને ભાસતું સરોવર ગામનું

વહેતો અનિલ શીતળતા ફેલાલતો સર્વત્રને,
ગામની શોભા સદા વધારતું સરોવર ગામનું.

નારી કો' વસ્ત્રો પ્રક્ષાલને સરોવરે આવનારી,
જળ પ્રતિબિંબ દેખી હરખાતું સરોવર ગામનું.

કદી ભૂલકાં કરી કાંકરીચાળો જળવલય કરે,
માસૂમ શૈશવથી એ મલકાતું સરોવર ગામનું.

ગ્રીષ્મકાળે વિચરતા વિહંગો જળપાન કરતાં,
ધન્ય જીવન નિજનું સમજતું સરોવર ગામનું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '.

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111184198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now