પ્રભુ તને પામવાની નિરંતર ચાહત મારી.
એથી કરું ગુણીજનોની વસાહત મારી.
મળે તું એવાં સ્થળો ભમી ચૂક્યો કેટલાં,
પણ તું તો રહ્યો ઉરમાં એ નિરાંત મારી.
શોધતાં શોધતાં ન મળે તું એ શક્ય છે.
હરિવર કરજે માનવ થૈ મુલાકાત મારી.
ધાર્યું કદી ન પણ થાય કર્મસંજોગે કદી,
મળજે ચોક્કસને રાખજે તું વાત મારી.
થાય જ્ઞાનપ્રકાશને ઉજ્જવળ દિશાઓ,
ને પછી ટળી જતી મોહતણી રાત મારી.
ચૈતન્ય જોષી પોરબંદર.